Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રોસ ટેલરને અપાયું ગાર્ડ ઓફ ઓનર

બાંગ્‍લાદેશ અને ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચે રમાયેલી બીજી ટેસ્‍ટ મેચ રોસ ટેલર માટે ખૂબ જ ખાસ અને યાદગાર હતી.  ક્રાઈસ્‍ટચર્ચમાં રમાઈ રહેલી આ મેચ તેની કારકિર્દીની છેલ્લી મેચ હતી.  સોમવારે જ્‍યારે રોસ ટેલર પોતાની છેલ્લી ટેસ્‍ટ મેચમાં બેટિંગ કરવા આવી રહ્યો હતો ત્‍યારે મેદાન પરનો નજારો અદભૂત હતો.  હેગલી ઓવલ ખાતે હાજર કિવી ખેલાડીઓ, દર્શકો અને ટેલરના પરિવારના સભ્‍યો તાળીઓના ગડગડાટ વચ્‍ચે તેમનું સ્‍વાગત કરવા ઉભા થયા હતા.  આવી સ્‍થિતિમાં બાંગ્‍લાદેશે પણ બધાના દિલ જીતી લીધા હતા.  બાંગ્‍લાદેશ ક્રિકેટ ટીમે આ બેટ્‍સમેનને ‘ગાર્ડ ઓફ ઓનર' આપ્‍યું હતું.  ટેલરના આ ભવ્‍ય સ્‍વાગતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.



 

(3:47 pm IST)