Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

સિમોના હાલેપ સીડની ઓપનમાંથી બહાર : પેટ્રા ક્વિટોવા અને પુટિન્ત્સેવની આગેકૂચ

મહિલા ટેનિસ ખેલાડી સિમોના હાલેપને સીડની ઓપનમાં તેની પ્રથમ મેચમાં જ હારનો સામનો કરવો પડયો હતો. ઓસ્ટ્રેલિયાની એશ્લી બાર્ટીએ ટુર્નામેન્ટમાં મેજર અપસેટ સર્જતા હાલેપને ૬-૪, ૬-૪થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો

 . પાંચમો સીડ ધરાવતી ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવાએ પણ આગેકૂચ કરતાં તાઈવાનની સિઈહને ૭-૬ (૭-૨), ૬-૨થી પરાસ્ત કરી હતી. જ્યારે કઝાખસ્તાનની પુટિન્ત્સેવાએ મેજર અપસેટ સર્જતાં ચોથો સીડ ધરાવતી અમેરિકાની સ્ટેફન્સને ૩-૬, ૭-૬ (૭-૪), ૬-૦થી પરાસ્ત કરીને આગેકૂચ કરી હતી

(10:03 pm IST)