Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

બેડમિન્ટન સ્ટાર પી,વી, સિંધૂ અને સાઈના નેહવાલ રમવા આવશે અમદાવાદ

શ્રીકાંત, પ્રણોય, સૌરભ વર્મા, સ્પેનની સ્ટાર પ્લેયર કારોલિના મારીન પણ આવશે.

અમદાવાદના રમતપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલ અને પીવી સિંધૂ અમદાવાદમાં રમવા આવવાના છે. આ બંને સ્ટાર ઉપરાંત શ્રીકાંત, પ્રણોય, સૌરભ વર્મા, સ્પેનની સ્ટાર પ્લેયર કારોલિના મારીન પણ અમદાવાદમાં રમવા આવશે.

  અમદાવાદમાં પ્રથમ વખત પ્રીમિયર બેડમિન્ટન લીગ (પીબીએલ)ની મેચો રમાવાની છે. પીબીએલની ચોથી સિઝનનો 22 ડિસેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. આ દરમિયાન 2 થી 6 જાન્યુઆરીએ આ લીગની મેચો અમદાવાદના ટ્રાન્સમીડિયા સ્ટેડિયમમાં રમાવાની છે. જેમાં સિંધૂ અને સાઈના સહિત વિશ્વભરના સ્ટાર બેડમિન્ટન ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનશે. પ્રથમ વખત અમદાવાદમાં પીબીએલની મેચો રમાશે.

(11:52 am IST)