Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

IPL બાદ હવે LPL : ગેઈલ, રસેલ, મીલર, ડુપ્લેસી, મલિંગા સહિતના મચાવશે ધમાલ

નવીદિલ્હીઃ શ્રીલંકામાં ટી-૨૦ લીગની શરૂઆત થવા જઈ રહી છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ નવી ટી-૨૦ લીગનું નામ લંકા પ્રિમીયર લીગ રાખ્યું છે. આ ટી-૨૦ લીગ  ટૂર્નામેન્ટની શરૂઆત ૨૬ નવેમ્બરથી થવા જઈ રહી છે. જેમાં અમુક ભારતીય ખેલાડીઓના રમવાની પણ સંભાવના છે. આ ટૂર્નામેન્ટમાં કુલ પાંચ ટીમ ભાગ લઈ રહી છે અને તેમની વચ્ચે ફાઈનલ સહિત ૨૩ મુકાબલા રમાશે.

(3:38 pm IST)