Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

મુંબઈમાં ચેરિટી માટે ફુટબોલ મેચ રમ્યો મહેન્દ્ર સિંહ ધોની

મુંબઈઃ મહેન્દ્ર સિંહ ધોની હાલમાં મુંબઈમાં ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ સાથે એક ચેરિટી ફુટબોલ મેચ રમતો જોવા મળ્યો હતો. જુલાઈમાં વર્લ્ડ કપ બાદ ધોની હાલમાં ક્રિકેટમાંથી બ્રેક લઈ રહ્યો છે. તે ઇન્ડિયન આર્મી સાથે સેવા આપતો જોવા મળ્યો હતો અને હવે તે ચેરિટી ઇવેન્ટ માટે મેચ રમ્યો હતો. ફેસબુક પર ધોનીની મેનેજમેન્ટ ટીમ દ્વારા આ મેચનો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. ધોની હજી પણ બ્રેક પર છે અને તે બંગલા દેશ સામેની ટી-ર૦ સિરીઝમાં પણ જોવા નહીં મળે. તે સીધો હવે ડિસેમ્બરમાં વેર્ટ ઇન્ડીઝ સામે રમતો જોવા મળશે.

(3:34 pm IST)