Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

દક્ષિણ આફ્રિકાના દૃષ્ટિહીન ક્રિકેટરે ટી20માં 78 બોલમાં ઝૂડ્યા 205 રન: અનોખો રેકોર્ડ

રેડરિક બોએર ટી20માં બેવડી સદી ફટકારનારો પ્રથમ દૃષ્ટિહીન ક્રિકેટર બન્યો

દક્ષિણ આફ્રીકાના દ્રષ્ટિહીન ક્રિકેટરે 20 ઓવરની મેચમાં બેવડી સદી ફટકારી અનોખો રેકોર્ડ બનાવ્યો છે 

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં ચાલતી બ્લાઈન્ટ ટી20 ટૂર્નામેન્ટમાં બોલેન્ડની ટીમના બેટ્સમેન ફ્રેડરિક બોએરે 78 બોલમાં 205 રન ઝૂડી નાખ્યા હતા  બોએર દક્ષિણ આફ્રિકાનો પ્રથમ બેટ્સમેન બન્યો છે, જેણે ટી20માં બેવડી સદી ફટકારી છે 

ફ્રેડરિક બોએરે 205 રનમાંથી 180 રન તો માત્ર ચોગ્ગા અને છગ્ગાથી બનાવ્યા છે. તેણે પોતાની આ ઈનિંગ્સમાં કુલ 39 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેણે પોતાના 87.80 ટકા રન  બાઉન્ડ્રીથી બનાવ્યા હતા.

(8:53 pm IST)