Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

મને ટફ સિચુએશનમાં ટીમને હેન્ડલ કરવાની મજા આવે છેઃ સ્મિથ

મેન્ચસ્ટરઃ ઓસ્ટ્રેલિયાના ઇન-ફોર્મ બેટ્સમેન સ્ટીવન સ્મિથને ગર્વ છે કે તેણે ૯૨ બોલમાં ૮૨ રન ત્યારે બનાવ્યા જયારે ટીમને સખત જરૂર હતી. ઓસ્ટ્રેલિયાએ ૧૯૬ રનની લીડ લીધા પછી સેકન્ડ ઇનિંગ્સમાં ૪૪ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ સ્મિથે મેથ્યુ વેડ સાથે ૧૦૫ રનની કીમતી પાર્ટનરશિપ કરી હતી.

સ્મિથે ચોથા દિવસની રમત પછી રિપોર્ટરોને કહ્યું હતું કે 'ટીમ જયારે મુશ્કેલીમાં હોય ત્યારે અનુભવી પ્લેયરો ઘણા કામ આવે છે. હવે મેં ઘણું ક્રિકેટ રમી લીધું છે એથી મને ટફ સિચુએશનમાં ટીમને હેન્ડલ કરવાની મજા આવે છે.

(4:21 pm IST)