Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

રવિ શાસ્ત્રીની ફાંદ દેખાતા પ્રશંશકોમાં મજાકનું પાત્ર બન્યો: ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચની જ ફિટનેસ પર ઉઠ્યાં સવાલ

શાસ્ત્રીની સોશ્યલ મીડિયામાં વાયરલ તસ્વીરમાં પેટ ઘણું બહાર દેખાઈ રહયું છે

ટીમ ઇન્ડિયાનો સુકાની વિરાટ કોહલી પોતાની ફિટનેસ માટે ઓળખાય છે.ખેલાડીઓ માટે ટીમમાં એન્ટ્રી કરવી હોય તો ફિટનેસ ટેસ્ટ એટલે કે યો-યો ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. બીજી તરફ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની ખરાબ ફિટનેસ મજાકનો વિષય ની છે. રવિ શાસ્ત્રીની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં તેનું પેટ ઘણું બહાર દેખાઈ રહ્યું છે. શાસ્ત્રીની આ તસવીર પર પ્રશંસકો ઘણી મજાક કરી રહ્યા છે.

  રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના કોચ બન્યા પછી પહેલા જેવા ફિટ દેખાતા નથી. જ્યારે તે કોમેન્ટેટર હતા તો તેમનું પેટ સાવ અંદર હતું અને તે ઘણા યુવાન દેખાતા હતા. જોકે વાર્ષિક 8 રોડ પગાર મેળવનાર શાસ્ત્રી હવે ઘણા ઓવરવેટ જોવા મળી રહ્યા છે.

 

(10:57 pm IST)