Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ફલેશ બેક

૧૬મો ઓલમ્પીક : પહેલી વખત એશીયામાં રમાયો અને તે પણ ટોકયોમાં

ભારતે હોકીમાં પાકિસ્તાનને હરાવી ૭ મો સુવર્ણ ચંદ્રક જીત્યો

* ૧૯૬૪ માં પહેલી વખત ઓલમ્પીક ખેલોનુ યજમાન કોઇ એશીયાઇ દેશ બન્યું હતું. જાપાનના ટોકયો શહેરમાં આ ઓલમ્પીકનું આયોજન થયું હતું. જેમાં ૯૩ દેશના પ,૧પ૧ એથ્લીટોએ ભાગ લીધો હતો. ૧૦ થી ર૪ ઓકટોબર ૧૯૬૪ના આ ઓલમ્પીકનું આયોજન થયું હતું. આ રમોત્સવમાં અમેરીકન ખેલાડી ૧૫ વર્ષીય શેરોન સ્ટોડર તરણ સ્પર્ધામાં છવાઇ ગઇ હતી અને ૩ સુવર્ણ સહીત ૪ ચંદ્રક જીતી લીધા હતા.

આ ઓલમ્પીકમાં ભારતે ચરણજીતસિંહની કેપ્ટનશીપમાં ભારતીય હોકી ટીમ ઉતારી હતી. આ ટીમે પાકિસ્તાનને હરાવી ૭ મો સુવર્ણ પદક જીતી ઇતિહાસ રચ્યો હતો.

સોવીયેત દેશના જીમ્નાષ્ટ લારીસા લાત્નિનાએ ટોકયોમાં કુલ પાંચ પદક જીત્યા હતા. તેના નામે ૧૮ પદક જીતવાનો રેકોર્ડ હતો.

(3:49 pm IST)