Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ચેતન શર્મા અને કોહલી આમને-સામને

સિલેકશન કમિટિએ દેવદત અને પૃથ્વીને ઇંગ્લેન્ડ મોકલવાની ના પાડી દેતા વિરાટ ભડકયો

પસંદગી સમિતિ કહે છે અભિમન્યુ ઇશ્વરન ઓપનીંગ માટે સારો વિકલ્પ છે પણ વિરાટને તેના ઉપર ભરોસો નથી

લંડન,તા.૯ , ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મૈચની ટેસ્ટ સિરીઝથી પહેલા ટીમ ઇન્ડિયામાં વિવાદની શરૂઆત થઇ ગઇ છે. ચેતન શર્માની આગેવાની હેઠળ નેશનલ સિલેકશન કમિટી અને વિરાટ કોહલી વચ્ચે બબાલ થઇ ગઇ છે.

ટીમ ઇન્ડિયાના ઓપનર શુભમન ગિલ ઇજાગ્રસ્ત થયો છે જેના કારણે તે ટીમમાંથી બહાર થઇ ગયો છે. વિરાટ કોહલીની ટીમ ઇચ્છતી હતી કે ગિલની જગ્યાએ પૃથ્વી શૌ અને દેવદત્ત પડિક્કલ ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં રમે. વિવાદ ત્યારે વધી ગયો જ્યારે સિલેકટર કમિટીએ દેવદત્ત અને શોંને ઇંગ્લેન્ડ મોકલવા માટે મનાઇ ફરમાવી દીધી હતી. કમિટીનું માનવુ છે કે ભારત પાસે ઘણા કાબેલ ખેલાડીઓ છે.

ચેતન શર્માની આગેવાનીવાળી નેશનલ સિલેકશન કમિટી અનુસાર ટીમ ઇન્ડિયા સાથે ઇંગ્લેન્ડમાં પહેલા જ બંગાળના કેપ્ટન અભિમન્યુ ઇશ્વરન છે જે ઓપનીંગ માટે સારો વિકલ્પ છે. તો વિરાટની ટીમને અભિમન્યુ પર ભરોસો નથી.

 ચેતન શર્માની કમિટીએ દેવદત્ત અને શૉને ઇંગ્લેન્ડ મોકલવાની ના પાડતા મામલો (બિચક્યો હતો. હાલ ટીમ ઇન્ડિયા માટે તણાવભર્યો માહોલ છે.

(3:13 pm IST)