Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

કાઉન્‍ટીમાં પુજારાની ૧૨૫ રનની લાજવાબ ઇનિંગઃ ૭ દાવમાં ૪ સદી ફટકારી

ટીમ ઇન્‍ડિયામાં ફરી દ્વાર ખટખટાવતો રાજકોટનો ધુરંધર બેટર : પાક. બોલર આફ્રિદીની બોલીંગમાં ફટકારેલી સિકસથી ચાહકોના દિલ જીતી લીધા

નવી દિલ્‍હીઃ  છેલ્લા કેટલાય સમયથી ઇન્‍ટરનેશનલ અને ડોમેસ્‍ટિક ક્રિકેટમાં નબળા પર્ફોમન્‍સને ભુલવા અને ભુલાવી દેવા ઇંગ્‍લિશ કાઉન્‍ટી રમવા ગયલો સૌરાષ્‍ટ્રનો ચેતેરશ્વર પુજારા ભારે કમાલ કરી રહ્યો છે. પુજારા સસકેસ વતી  રમતાં મિડલસેકસ સામે ત્રીજા દિવસે બીજી ઇનિંગ્‍સમાં ૧૪૯ બોલમાં બે સિકસર અને ૧૬ ફોર સાથે અણનમ ૧૨૫ રનની લાજવાબ ઇનિંગ્‍સ રમ્‍યો હતો.

પહેલી ઇનિંગ્‍સમાં તે ફકત ૧૬ રન બનાવી શકયો હતો, પણ બીજી ઇનિંગ્‍સમાં કસર પુરી કરી લીધી હતી. બીજી ઇનિંગ્‍સમાં  તેની ટીમ ૧.૧ ઓવરમાં ૬ રનમાં બે વિકેટ ગુમાવીને મુશ્‍કેલીમાં મુકાઇ ગઇ હતી,પણ પુજારા ટોમ એલસોપ (૬૬) સાથે ૧૩૮ રનની અને ત્‍યાર બાદ ટોમ કલાર્ક(અણનમ ૨૬) સાથે અણનમ ૯૬ રનની પાર્ટનરશિપ સાથે ટીમની વહારે આવ્‍યો હતો. પુજારાએ ,પાકિસ્‍તાનના બોલર શાહિદ શાહ આફ્રિદીની અપર કટ દ્વારા મારેલી સિકસરે પણ ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં.       

(2:57 pm IST)