Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

હુ ટીમમાં બોલર તરીકે સીલેકટ થયેલોઃ સ્મિથ

શેનવોર્નના રીયાયરમેન્ટ બાદ સ્પિનરો ટ્રાય કરવામાં આવ્યા એમાંનો એક હુ પણ હતોઃ મને ડ્રોપ કર્યા બાદ મેં મારૂ ધ્યાન બેટીંગ ઉપર આપ્યું

સિડની :    સ્મિથે કહ્યું કે હું બોલર કરતાં વધારે એક બેટ્સમેન છું. હું ટીમમાં એક બોલર તરીકે સિલેકટ થયો હતો. મારી પહેલી બે ટેસ્ટ મેચ હું સ્પેશ્યલિસ્ટ સ્પીનર તરીકે રમ્યો હતો.

એ દિવસોમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં શેન વોર્નના રિટાયરમેન્ટ બાદ તેની ખાલી પડેલી જગ્યા માટે સ્પીનરની શોધ ચાલી રહી હતી. આજની તારીખમાં અમારી પાસે નેથન લાયન જેવા સારા સ્પીન બોલેરો છે, પણ એ સમયે વોર્નની જગ્યાએ ૧૨-૧૩ સ્પીનરો ટ્રાય કરવામાં આવ્યા હતા તેમાંનો એક હું પણ હતો. જોકે પછીથી મને ડ્રોપ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ મેં મારી બેટિંગ પર વધારે કામ કરવાનું નક્કી કર્યું હતું. પહેલાં હું મારી બેટિંગ અને બોલિંગમાં સરખો સમય આપતો હતો, પણ મને ડ્રોપ કર્યા પછી મેં મારું ધ્યાન માત્ર મારી બેટિંગને ડેવલપ કરવામાં લગાડી દીધું. ત્રણ કલાકના ટ્રેઇનિંગ સેશનમાં હું બેથી અઢી કલાક બેટિંગ કરવામાં જ વિતાવવા લાગ્યો. હા, એ માટે મારે મારી મેથડ સુધારવી પડી અને એમાં સમય પણ લાગ્યો.

(3:37 pm IST)
  • ગુજરાતમાં કોરોનાના 7 નવા કેસ સાથે પોઝિટિવ કેસ 186 એ પહોંચ્યા : 145 એક્ટિવ અને સ્ટેબલ, 16 મોત, 25 ને રજા આપી, 2 વેન્ટીલેટર ઉપર, વડોદરામાં 5 અને ભાવનગરમાં 2 સાથે 7 નવા કેસ: ડો. જયંતિ રવિ access_time 8:22 pm IST

  • વડોદરામાં વધુ ચાર કોરોના પોઝીટીવનાં કેસ: વડોદરા કલેક્ટરે વધુ 4 કેસની કરી પુષ્ટિ: વડોદરામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક 22 થયો access_time 1:24 pm IST

  • લોકડાઉન હટાવવો એએક મોટો પડકાર છેઃ ઝારખંડના મુખ્યમંત્રી હિંમત સોરેની સ્પષ્ટ વાત access_time 4:41 pm IST