Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

સાનિયા મિર્જાએ કર્યો ખુલાસો: 'મારા બાળકની સરનેમ નહીં હોય મલિક

નવી દિલ્હી: ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્જાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે મારા બાળકની સરનેમ મલિક નહીં હોય. સાનિયાએ 2010માં પાકિસ્તાની ક્રિક્ટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. સરનેમને લઈને સાનિયા સાથે વાત કરવામાં આવી ત્યારે તેને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તેના ભવિષ્યમાં બાળકની સરનેમ શું હશે. સાનિયાએ જણાવ્યું કે શોએબ એક પુત્રીની ઈચ્છા રાખે છે અને જયારે પણ અમારો પરિવાર વધશે ત્યારે વિચારીશું કે બાળકની સરનેમ મિર્જા મલિક હશે. સાનિયાએ ગોવા ફેસ્ટ 2018માં લેંગિક પક્ષપાત વગર વાતચીત દરમિયાન કહ્યું કે હું એક ખાસ વાત જણાવવા માંગુ છું કે મારા પતિ અને મેં વિચાર કર્યો છે કે ભવિષ્યમાં અમારું બાળક હસર ત્યારે અમે તેની સરનેમ મિર્જા મલિક રાખીશુ.

(5:47 pm IST)