Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

કોમનવેલ્થ ગેમમાં ભારતની સ્કોટલેન્ડ સામે હાર

નવી દિલ્હી: કોમનવેલ્થ ગેમની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભારત સ્કોટલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે.પુરુષ ટીમના પુલ બીની શરૂઆત દરમિયાન સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. સ્કોટલેન્ડે 81-96થી ભારતને માત આપી છે. ભારતને શરૂઆતમાં કેમરૂનથી 87-96થી હર મળી હતી અને પુલ બીના બીજા મેચમાં ઇંગ્લેન્ડ સામે 54-100થી પરાસ્ત થવું પડ્યું હતું.

જયારે બીજી તરફ ભારતીય મહિલા બાસ્કેબોલ ટીમને પણ ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. ન્યુઝીલેન્ડ સામે 55-90થી ત્રીજી વખત હારનું મોહ જોવું પડ્યું હતું. મહિલા ટીમે શરૂઆત મેચમાં જમૈકા સામે 66-57થી પરાસ્ત થવું પડ્યું હતું અને ત્યાર પછી મલેશિયા સામે 72-85થી હાર મળી હતી.

(5:43 pm IST)