Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

વિમેન્સ એથ્લીટ્સને અમિતાભ અને અનિલે આપ્યા અભિનંદન.. કહ્યું, તમારા પર ગર્વ છે

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા એથ્લીટ્સના પ્રદર્શનને જોઈને અમિતાભ બચ્ચન અને અનિલ કપૂર ઘણા ખુશ છે. અમિતાભે અભિનંદન આપતા ટ્વીટ કરીને કહ્યુ હતું કે 'મહિલા એથ્લીટ્સ વેઈટલીફટીંગ, શૂટીંગ, ટેબલટેનિસ અને સ્કવોશમાં અદ્દભૂત પ્રદર્શન કરી રહી છે. તમે અમારૂ ગૌરવ વધાર્યુ છે.' અનિલ કપૂરે પણ તમામ ભારતીયોને ગર્વ થાય એવું પ્રદર્શન કરવા બદલ એથ્લીટ્સને અભિનંદન આપ્યા છે. ચાર મહિલા ખેલાડીઓ અત્યાર સુધી ગોલ્ડ જીતી છે જેમાં ત્રણ વેઈટલીફટીંગમાં તો એક શૂટીંગમાં જીત્યો છે.(૩૭.૭)

(2:21 pm IST)