Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

શૂટર મનુ ભાકરના પપ્પા બોલ્યા, દિકરી કયારેય ખાલી હાથ નથી આવી

પોતાના પહેલા જ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનારી શૂટર મનુ ભાકરના પપ્પા દિકરીની આ સફળતાને કારણે ઘણા ખુશ છે. તેમનું કહેવુ હતું કે મનુ ચોક્કસ મેડલ જીતીને આવશે, કારણ કે તે અત્યાર સુધી કોઈ પણ ટુર્નામેન્ટમાંથી ખાલી હાથ નથી આવી. પછી ભલે એ નેશનલ હોય કે સ્કુલ કે અન્ય કોઈ પણ ટુર્નામેન્ટ. મનુ ભાકરના પપ્પા રામકૃષ્ણ નેવીમાં એન્જીનિયર છે. તે હજી અગિયારમાં ધોરણમાં ભણે છે. મનુની મમ્મી સુમેધાએ કહ્યુ હતું કે તે છેલ્લા બે મહિનાથી ઘરની બહાર છે. દરમિયાન અમે એક વખત તેને દિલ્હીમાં મળ્યા હતા. તે હવે ૧૬ એપ્રિલે ઘરે આવશે.(૩૭.૭)

(2:21 pm IST)