Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

મુંબઈનો નવ વર્ષનો ચેલ ખેલાડી કુશ જીત્યો પેરિસમાં બ્રોન્ઝ મેડલ

સાઉથ મુંબઈ ચેસ એકેડેમીનો કેન્ડિડટ માસ્ટર કુશ ભગત ફકત નવ વર્ષની ઉંમરે  પેરિસમાં ઓપન કેટેગરીની ચેસ ટુર્નામેન્ટમાં ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેની ચેસ એકેડેમીના અધિકારીએ જણાવ્યું હતું કે કુશ ૪ઈ ઓપન કેટેગરીમાં બ્રોન્ઝ જીત્યો છે. આ કેટેગરીમાં ૧૪૦૦-૨૦ ઈએલઓ રેટિંગ ધરાવતા પ્લેયરો હોય છે. કુશે ૯ રાઉન્ડમાં ૬ પોઇન્ટ્સ મેળવીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં ૧૨ દેશના પ્લેયરોએ ભાગ લીધો હતો. ઈએલઓએ એક રેટિંગ સિસ્ટમ મેથડ છે જેનાથી પ્લેયરનું ચેસ જેવી ગેમમાં સ્કિલ-લેવલ જાણી શકાય છે.

 

(11:59 am IST)