Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ઇંગ્લેંડ સામે હાર થતા ICC ટેસ્ટ ચેમ્પિયનશીપ ટેબલમાં ટીમ ઇન્ડિયાએ ટોચનું સ્થાન ગુમાવ્યુ : ચોથાક્રમે સરકી

ઇંગ્લીશ ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટેબલમાં ભારતને હટાવીને ટોપ પર પહોંચી ગઇ

ભારત અને ઇંગ્લેંડ ની વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની ટેસ્ટ શ્રેણી દ્રારા ICC ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા વાળી બીજી ટીમનો નિર્ણય થશે. ઇંગ્લેંડની ટીમ એ શાનદાર પ્રદર્શન કરતા ભારતને 227 રનની કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે જ ઇંગ્લીશ ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટેબલમાં ભારતને હટાવીને ટોપ પર પહોંચી ગઇ છે. ભારત આ હાર સાથે જ ચોથા સ્થાન પર આવી ચુક્યુ છે.

ચેન્નાઇ ટેસ્ટના આખરી દિવસે ભારતીય ટીમ બીજી ઇનીંગમાં 192 રન જ બનાવી શકી હતી. ઇંગ્લેંડ એ 420 રનનુ લક્ષ્‍ય રાખ્યુ હતુ, અને મેચને 227 રન થી પોતાના નામે કરી હતી. આ હારનુ નુકશાન ટીમ ઇન્ડીયાએ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટેબલમાં ભોગવવુ પડ્યુ હતુ. તો ઇંગ્લેંડ તેની દમદાર જીત સાથે હવે પ્રથમ સ્થાન પર પહોંચવામાં સફળ થઇ છે.

ઇંગ્લેંડની સામે સિરીઝની શરુઆતના પહેલા જ ભારતીય ટીમ પહેલા સ્થાન પર હતી. જ્યારે ઇંગ્લેંડની ટીમ ચોથા સ્થાન પર હતી. હવે મામલો બિલકુલ ઉલટું થઇ ચુક્યું છે. ઇંગ્લેંડ એ ભારતને હરાવવા સાથે જ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં જીતની સરેરાશ 70.1 કરી લીધી છે. ન્યુઝીલેન્ડની ટીમ 70 ટકાવારી જીત સાથે બીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલીયા 69 ટકા જીત સાથે ત્રીજા સ્થાન પર છે. જ્યારે ભારતીય ટીમ 68 ટકા સાથે ચોથા સ્થાન પર નીચે સરકી ગઇ છે.

ઓસ્ટ્રેલીયાની ટીમ દ્રારા સાઉથ આફ્રિકાનો પ્રવાસ સ્થગિત કરવાને લઇને ન્યુઝીલેન્ડની ટીમને ફાયદો થયો હતો. ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા વાળી ટીમ ન્યુઝીલેન્ડની ટીમ બની હતી. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલી સિરીઝ બાદ ફાઇનલમાં પહોંચવા વાળી બીજી ટીમ નક્કિ થશે. ઇંગ્લેંડના લોર્ડઝમાં 18 જૂન થી 22 જૂન વચ્ચે ફાઇનલ મેચ રમાશે.

(6:20 pm IST)