Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

બાંગ્લાદેશ અંડર-૧૦ વર્લ્ડ ચેમ્પિયન : ભારતની હાર

લો સ્કોરિંગ મેચમાં ભારત પર અંતે રોચક જીત : બાંગ્લાદેશ પ્રથમ વખત ચેમ્પિયન : ભારતને અંતે નિરાશા

નવીદિલ્હી, તા. ૯ : આઈસીસી અન્ડર-૧૯ વર્લ્ડકપની ફાઇનલ મેચ નિર્ણાયક તબક્કામાં પહોંચ્યા બાદ વરસાદ વિલન બનતા રોકવાની ફરજ પડી હતી. જો કે, આ મેચ અંતે ડક વર્થ લુઇસ પદ્ધતિના આધાર પર  બાંગ્લાદેશની તરફેણમાં જતી રહી હતી. આ લો સ્કોરિંગ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા માત્ર ૧૭૭ રન કર્યા હતા. જવાબમાં બાંગ્લાદેશે ધબડકામાંથી બહાર નિકળીને અંતે જીત મેળવી હતી.૨૩ બોલ ફેંકવાના બાકી હતી ત્યારે બાગ્લાદેશે મેચને ત્રણ વિકેટે જીતી લીધી હતી.  આની સાથે જ બાંગ્લાદેશ પ્રથમ વખત અંડર-૧૦ વર્લ્ડ કપ ચેમ્પિયન બનવામાં સફળ રહ્યુ હતુ. ભારતને નિરાશા હાથ લાગી હતી. ભારત તરફથી ઓપનિંગ બેટ્સમેન જયસ્વાલે શાનદાર ફોર્મ જાળવી રાખીને ૮૮ રન કર્યા હતા. આ ઉપરાંત તિલક વર્માએ ૩૮ રન કર્યા હતા. ભારતે તેની પાંચ વિકેટ ૧૫૬ રને ગુમાવી હતી. ત્યારબાદ ભારતનો કરુણ રકાશ થયો હતો અને બાકીની તમામ વિકેટો ૧૭૭ રનમાં જ ગુમાવી દીધી હતી. એટલે કે છેલ્લી પાંચ વિકેટ માત્ર ૧૯ રનમાં ગુમાવી દેતા મોટા સ્કોર કરવાની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. ભારત તરફથી જયસ્વાલે આઠ ચોગ્ગા સાથે રન બનાવ્યા હતા.

સ્કોરબોર્ડ : અન્ડર-૧૯ વર્લ્ડકપ

ભારત ઇનિંગ્સ :

જયસ્વાલ

કો. હસન બો. ઇસ્લામ

૮૮

સક્સેના

કો. એમ હસન બો. દાસ

૦૨

તિલક

કો. ઇસ્લામ બો.  સાકીબ

૩૮

ગર્ગ

કો. હસન બો. આર.હસન

૦૭

જુરેલ

રનઆઉટ

૨૨

વીર

એલબી બો. ઇસ્લામ

૦૦

અંકોલેકર

બો. દાસ

૦૩

રવિ બિશ્નોઈ

રનઆઉટ

૦૨

મિશ્રા

કો. ઇસ્લામ બો. સાકીબ

૦૩

કાર્તિક ત્યાગી

કો. અકબર બો. દાસ

૦૦

આકાશસિંહ

અણનમ

૦૧

વધારાના

 

૧૧

કુલ     (૪૭.૨ ઓવરમાં ઓલઆઉટ)    ૧૭૭

પતન  : ૧-૯, ૨-૧૦૩, ૩-૧૧૪, ૪-૧૫૬, ૫-૧૫૬, ૬-૧૬૮,  ૭-૧૭૦, ૮-૧૭૦, ૯-૧૭૨, ૧૦-૧૭૭

બોલિંગ : ઇસ્લામ : ૧૦-૧-૩૧-૨, શાકીબ : ૮.૨-૨-૨૮-૨, દાસ : ૯-૦-૪૦-૩, હોસૈન : ૬-૦-૩૬-૦, આર હસન : ૧૦-૧-૨૯-૧, રિદોય : ૪-૦-૧૨-૦

બાંગ્લાદેશ ઇનિંગ્સ :

પરવેઝ

કો. આકાશ બો. જયસ્વાલ

૪૭

હસન

કો. કાર્તિક બો. બિશ્નોઇ

૧૭

જોય

બો. બિશ્નોઈ

૦૮

રિદોય

એલબી બો. બિશ્નોઈ

૦૦

હોસૈન

સ્ટ. જુરેલ બો. બિશ્નોઈ

૦૧

અકબર અલી

અણનમ

૩૨

હોસૈન

કો. જયસ્વાલ બો. મિશ્રા

૦૭

દાસ

કો. કાર્તિક બો. મિશ્રા

૦૫

રકીબુલ

અણનમ

૦૨

વધારાના                ૨૯

કુલ     (૪૧ ઓવરમાં સાત વિકેટે)       ૧૬૩

પતન  : ૧-૫૦, ૨-૬૨, ૩-૬૨, ૪-૬૫, ૫-૮૫, ૬-૧૦૨, ૭-૧૪૩.

(10:11 pm IST)