Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાનો આસિસ્ટન્ટ કોચ બન્યો પોન્ટીંગ

પાંચ વર્લ્ડ કપ રમીને ત્રણ જીતી ચૂકેલા રિકી પોન્ટિંગની ઓસ્ટ્રેલિયાની ટીમના અસિસ્ટન્ટ કોચ તરીકેની નિયુકિત બોલિંગકોચ ડેવિડ સાકરના રાજીનામાના એક દિવસ બાદ જ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે પોન્ટિંગ વન-ડે બેટ્સમેનો પર ધ્યાન આપશે. વર્તમાન બેટિંગ કોચ ગ્રીમ હિક એશિઝની તૈયારીમાં વ્યસ્ત છે.

ચીફ કોચ જસ્ટિન લેન્ગરે કહ્યું હતું કે પોન્ટિંગ માત્ર બેટ્સમેનોને જ નહીં, સમગ્ર ટીમને માર્ગદર્શન આપશે. અમે સાથે મળીને વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરીશું. તેને રમતની ઊંડી સમજ છે. તેને ખબર છે કે અમુક સ્તરે કેવું પ્રદર્શન કરવાનું છે.(૩૭.૭)

 

(2:38 pm IST)