Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

મારા માટે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટસમેન કોહલી : ગ્લેન મેકગ્રા

પૂર્વ ઓસ્ટ્રેલીયન ઝડપી બોલર ગ્લેન મેકગ્રાએ કહ્યુ છે કે એમના માટે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટસમેન છે. મેકગ્રા ના જણાવ્યા પ્રમાણે  મને તેની રમવાની રીત પસંદ છે. તે આક્રમક છે. કોહલી મેદાનની અંદર અને બહાર આત્મવિશ્વાસથી ભરપૂર રહે છે. એમણે કહ્યુ કે કોહલી મેદાનની બહાર સારો માનવ છે.

(11:34 pm IST)