Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

કોફી વિથ કરણ :મહિલાઓ પરની કોમેન્ટસ અંગે હાર્દિક પંડ્યાએ માગી માફી :બીસીસીઆઇ દ્વારા ફટકારી નોટીસ

હાર્દિકે જે વાતો કરી છે તેનાથી બોર્ડ અને ભારતીય ક્રિકેટની પણ છબી ખરડાઈ :તેની સામે કાર્યવાહી કરવી જોઈએ.

મુંબઈ :વડોદરાના ક્રિકેટર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કરણ જોહરના શોમાં મહિલાઓ અંગે કરેલી કોમેન્ટસ ભારે પડી છે હાર્દિક પંડ્યાએ કરેલી કોમેન્ટસ બાદ સોશ્યલ મીડિયા પર થયેલા વિરોધ બાદ હાર્દિકે માફી આંગી છે પરંતુ બીસીસીઆઈ પંડ્યાની હરકતથી રોષે ભરાયુ છે

 .ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યુ હતુ કે માફી માંગવી જ પુરતી નથી.હાર્દિકે જે વાતો કરી છે તેનાથી બોર્ડ અને ભારતીય ક્રિકેટની પણ છબી ખરાબ થઈ છે.તેની સામે કાર્યવાહી કરવી જોઈએ.જેથી યુવા પેઢી સમક્ષ એક દાખલો બેસાડી શકાય.

   કરણ જોહરના ટોક શોમાં હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલે વાતચીત કરી હતી.કરણે પૂછેલા પ્રશ્નના જવાબમાં હાર્દિકે પોતાના અંગત જીવન અંગે જવાબમાં કહ્યુ હતુ કે જ્યારે હું પહેલી વખત યુવતી સાથે શારીરિક સંબધ બાંધ્યા હતા ત્યારે મેં ઘરે જઈને કહ્યુ હતુ કે આજે તો હું બધુ કરીને આવ્યો છું

  હાર્દિકના જવાબથી ક્રિકેટ ચાહકો હેરાન થઈ ગયા હતા.હાર્દિકે પાછુ કહ્યુ હતુ કે હું પાર્ટીમાં મારા માતા પિતા સાથે ગયો ત્યારે પણ મેં કહ્યુ હતુ કે હું પાર્ટીમાં હાજર તમામ મહિલાઓને જોઈ રહ્યો છું. હાર્દિકના જવાબો બાદ લોકોએ આકરા પ્રત્યાઘાત આપ્યા પછી હાર્દિકે માફી માંગી છે.હાર્દિકે કહ્યુ છે કે મેં કોઈની લાગણી દુભાવી હોય તો હું માફી માંગુ છું. હું જરા જે પ્રકારનો શો છે તેના પ્રભાવમાં આવીને વધારે પડતુ બોલી ગયો હતો.મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો. બોર્ડ દ્વારા રાહુલ અને પંડ્યાને કારણ દર્શક નોટીસ ફટકારાઈ છે અને 24 કલાકમાં જવાબ આપવા માટે કહેવાયુ છે.

(8:37 pm IST)