Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ઓલ ઇન્ડીયા સ્કુલ નેશનલ ટેબલ ટેનીસમાં જયનીલ મહેતા ચેમ્પીયનઃ ગોલ્ડ મેડલ

રાજકોટઃ વડોદરા મુકામે તા.ર-૧-ર૦૧૯ થી ૬-૧-ર૦૧૯ દરમિયાન યોજાયેલ ૬૪ મી ૧૧ સ્પોર્ટસ ઓલ ઇન્ડીયા સ્કુલ નેશનલ ટેબલ ટેનીસ ચેમ્પીયનશીપમાં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરતા સેંટ મેરી સ્કુલ રાજકોટમાંથી ૧ર માં અભ્યાસ કરતા જયનીલ મનીષભાઇ મહેતાએ ચેમ્પીયનશીપમાં અંડર ૧૯ (ભાઇઓ)ની કેટેગરી-ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી રાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર રાજયનું ગૌરવ વધારેલ છે. માનુશ શાહ (વડોદરા), કરનપાલ જાડેજા (ભાવનગર), જયનીલ મહેતા (રાજકોટ), અયાઝ મુરાદ (સુરત) તથા રૂદ્ર પંડયા (ભાવનગર) ની બનેલ ગુજરાત રાજયની ટીમે કવાર્ટર ફાઇનલમાં કર્ણાટકને ૩-૧ થી સેમી ફાઇનલમાં વેસ્ટ બંગાળને ૩-૧ થી તથા ફાઇનલમાં તામિલનાડુને પણ ૩-૧ થી પરાજય આપી ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા આ પ્રતિષ્ઠીત ચેમ્પીયનશીપ જીતી લીધેલ છે. જયનીલ મહેતા ટેબલ ટેનીસ કોચ કિરણભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ અંકિત મહેતા તથા જલય મહેતા પાસેથી જગજીવનરામ રેલ્વે ઇન્સ્ટીટયુટ-રાજકોટના ટેબલ ટેનીસ હોલમાં તાલીમ મેળવી રહેલ છે. જયનીલની આ રાષ્ટ્રીય કક્ષાની સિધ્ધી બદલ રાજકોટ ડિસ્ટ્રીકટ ટેબલ ટેનીસ એસોસીએશનના સેક્રેટરી હિરેન મહેતા, ડો. નિલેષ નિમાવત, બાલસિંહ સરવૈયા, મનીષ મહેતા, અશ્વીન રાઠોડ, ચંદ્રેશ રાઠોડ, બિપીન વ્યાસ, ચિંતન ઓઝા, સિકંદર જામ, એચ.પી.ચૌહાણ, સંભાજી તાવડે, હરેશ મણીયાર, બ્રિજેશ આચાર્ય, રસીક વ્યાસ, જે.ડી.વસાવડા, મેહુલ ઠાકર તેમજ રેલ્વે ઇન્સ્ટીટયુટના સેક્રેટરી કમલેશ ત્રિવેદી તથા સેંટ મેરી સ્કુલ રાજકોટના પ્રિન્સીપાલ ફાધર જોહન્સન, રમત ગમત પ્રશિક્ષક શ્રી ગોહીલ, અજય ભટ્ટ વિ.એ ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવેલ છે.

(3:53 pm IST)