Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

સ્મિથ - વોર્નરની વાપસીથી ઓસ્ટ્રેલિયાની સમસ્યા ઉકેલાઈ નહિં જાય : માઈકલ વોન

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવું છે કે ભારત સામે પહેલી વખત ઘરઆંગણે ટેસ્ટ સીરીઝ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાને જો એવું લાગતું હોય કે સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરની વાપસી બાદ બધુ ઠીક થઈ જશે તો આ જાતની સાથે છેતરપીંડી છે. ભારતના વિજય બાદ વોર્ને ટેલીગ્રાફ ન્યુઝ પેપરમાં પોતાની કોલમમાં લખ્યુ હતું કે ઓસ્ટ્રેલિયાની ટીમ સ્મિથ અને વોર્નરની ગેરહાજરી સિવાયની ઘણી અન્ય ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે. જો તમે એવું વિચારતા હો કે સ્મિથ અને વોર્નરના આવવાથી તમામ સમસ્યાઓ ઉકેલાઈ જશે તો તમે ખોટા છો. ભારત સામે તેમની બેટીંગ, બોલીંગ, ટીમની પસંદગી અને રણનીતિ તમામ ખોટી સાબિત થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ સ્વીકારવું પડશે કે એની ટીમ હવે બહુ સારી નથી રહી.

માઈકલ વોર્ને વધુમાં કહ્યું હતું કે એ વાત સાચી છે કે પોતાના બે શ્રેષ્ઠ ખેલાડીઓ બહાર હોય તો કોઈપણ ટીમને મુશ્કેલી પડે છતાં સ્મિથ અને વોર્નરની ગેરહાજરી નબળાઈ છુપાવવાનું બહાનું ન હોવું જોઈએ. ઈંગ્લેન્ડે ભારતને ૪-૧થી હરાવ્યુ હતું. જો કે મેચ ઘણી રસાકસી ભરેલી હતી. જો સિડનીમાં છેલ્લા બે દિવસ દરમિયાન વરસાદ ન આવ્યો હોત તો ભારતે ઓસ્ટ્રેલિયાને ૩-૧થી હરાવ્યુ હોત.

વોર્નને એવું લાગે છે હાલની પરિસ્થિતિ જોતાં ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ ૨૦૧૯ બાદ થનારી એશીઝ સીરીઝમાં ઈંગ્લેન્ડને હરાવી નહિં શકે.

(5:15 pm IST)