Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

હાર્દિક પંડ્યાએ પોતાનો મૅન ઑફ ધ સિરીઝ ઍવોર્ડ નટરાજનને આપી દીધો

ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ મૅચોની ટી-20 સિરીઝમાં ભારત છેલ્લી મૅચ હારી ગયું છે પરંતુ હાર્દિક પંડ્યાએ નવોદિત બૉલર ટી. નટરાજનની હિંમત વધારી છે.

ભારતે 2-1થી સિરીઝ જીતી લીધે છે અને હાર્દિક પંડ્યાને મૅન ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા. જોકે, હાર્દિક પંડ્યાએ પોતાને મળેલો ઍવોર્ડ ટી. નટરાજનને આપ્યો.હતો 

હાર્દિક પંડ્યાએ ટ્વીટ કરી લખ્યું કે નટરાજન તમારો દેખાવ સિરીઝમાં અસાધારણ રહ્યો છે. ભારત માટે રમવાની શરૂઆત જ છે ત્યારે અલગ વાતાવરણમાં તમારો દેખાવ તમારી પ્રતિભા અને મહેનતને દર્શાવે છે. મારા તરફથી મૅન ઑફ ધ સિરીઝ માટે તમે હકદાર છો. ટીમ ઇન્ડિયાને અભિનંદન

 અત્રે ઉલ્લેખનીય છે કે યુવા ખેલાડી નટરાજન ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારત તરફથી પહેલી વાર રમી રહ્યા છે. ત્રણ વનડેની સિરીઝમાં એમણે બે વિકેટ જ ઝડપી. જોકે, ટી-20 સિરીઝમાં એમણે 3 મૅચમાં છ વિકેટ ઝડપી.નટરાજને યૉર્કર બૉલ નાખવામાં સાત્ત્યપૂર્ણ દેખાવ કરી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

(8:37 pm IST)