Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

રોહિત બેંગ્લોરના નેશનલ ક્રિકેટ એકેડેમીમાં વજન ઓછુ કરી રહ્યો છે

૧૧મીએ ફીટનેસની સમીક્ષા કરાશે, હેમસ્ટ્રીંગની સારવાર લઈ રહ્યો છે

નવી દિલ્હીઃ બેંગ્લોરના નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં રીહેબમાં સમય વિતાવી રહેલો રોહિત શર્મા માત્ર તેની હેમસ્ટ્રિંગ ઈજા નહીં, પણ વજન ઓછું કરવા માટે પણ કામ કરી રહ્યો છે. કહેવાય રહ્યું છે કે પોતાનું વજન ઓછું કરી રોહિત ભવિષ્યમાં થનારી ઈજામાંથી થોડેઘણે અંશે બચી શકશે.

૧૧ ડિસેમ્બરે રોહિતની ફિટનેસની સમીક્ષા કરવામાં આવશે. જો કે તેની હેમસ્ટ્રિંગ વહેલી તકે સારી થઈ રહી છે પણ તેણે પોતાની સ્ટ્રેંગ્થ અને ફિટનેસ પર કામ કરવાની જરૂર છે.

(2:59 pm IST)