Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

રાજકોટની પિચ બેટીંગવાળી, પણ સ્પિનરોએ મહત્વનો રોલ ભજવ્યો : વોશીંગ્ટન

બોલની સ્પિડને બદલતા રહેવુ અને સાચી જગ્યાએ બોલ ફેંકવો એ જ મારી શકિત : હવે નાગપુરના મેચ પણ જીતશુ જ

રાજકોટ : ગઈકાલે ભારતે બાંગ્લાદેશને કચડી નાખ્યા બાદ ટીમ ઈન્ડિયાના સ્પિનર વોશીંગ્ટન સુંદરે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે રાજકોટની પીચ બેટીંગવાળી છે પરંતુ તેમાં સ્પિનરોએ મહત્વનો રોલ ભજવ્યો હતો. પિચ જોતા એવુ લાગતુ હતુ કે ૧૮૦ રન આસપાસ રન બનશે પણ ૧૫૩ રનનો ટાર્ગેટ પણ સહેલો ન હતો. રોહિતની કેપ્ટન ઈનીંગે અમારી જીતને આસાન બનાવી દીધી. ચહલની બોલીંગની પ્રશંસા કરતા વોશીંગ્ટને કહ્યુ કે તેની કરકસરયુકત બોલીંગની અસરથી બાંગ્લાદેશીઓ મોટો ટાર્ગેટ બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

પોતાની બોલીંગ અંગે કહ્યુ કે હું બહુ આગળનુ વિચારતો નથી. બેટ્સમેન કોણ છે તે અંગે વિચારવાના બદલે બોલની ગતિ બદલતી રાખવી અને સાચી જગ્યાએ બોલ ફેંકવો એ જ મારી શકિત છે. રાજકોટમાં મેચ જીત્યા બાદ હવે નાગપુરનો મેચ પણ જીતી ટી-૨૦ સીરીઝ કબ્જે કરવાના પુરતા પ્રયત્નો કરીશુ.

(12:56 pm IST)