Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રોહિત નહિ રાહુલ બનશે ટી-૨૦ ટીમનો કેપ્ટન?

રોહિત હાલ ૩૪ વર્ષનો છે જયારે રાહુલને કેપ્ટન બનાવવાની વિચારણા

નવી દિલ્હીઃ વિરાટ કોહલીની પાસે પોતાને બેસ્ટ કેપ્ટન સાબિત કરવા માટે બહુ ઓછો સમય બચ્યો છે. ૨૦૨૩ વનડે વર્લ્ડ કપને કેપ્ટનપદેથી ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ એક સ્ટાર ખેલાડીને ભારતીય ટીમના નવા વનડે કેપ્ટન બનાવી શકે છે.જ્યાં સુધી રોહિત શર્માની વાત છે, તો તેઓ ભારતીય ટીમના આગામી વનડે કેપ્ટન બની શકે તેમ નથી. કારણ કે તે  અત્યારે ૩૪ વર્ષના છે. ૨૦૨૩ વનડે વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે, આવી સ્થિતિમાં કેએલ રાહુલ ભારતની કેપ્ટનશિપ કરીને ૫૦ ઓવરનો વર્લ્ડ કપ જીતવાની તાકાત ધરાવે છે. વિરાટ ૨૭ વર્ષની ઉંમરે ટેસ્ટની કેપ્ટનશીપ મળી હતી, જ્યારે વનડે અને ટી૨૦ની કમાન તેમને ૨૯ વર્ષની ઉંમરે મળી હતી.કહેવાઇ રહ્યું છે, બીસીસીઆઈનું લક્ષ્ય નવા કેપ્ટન તરીકે કેએલ રાહુલને તૈયાર કરવાનું રહેશે. ભારતીય ટીમના નવા કેપ્ટન તરીકે કેએલ રાહુલ સારો વિકલ્પ છે. ઈંગ્લેન્ડમાં પણ તેમની બેટિંગ ઘણી સારી હતી. આઈપીએલની સાથે-સાથે ૫૦ ઓવર ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સારૃં પ્રદર્શન કરી રહ્યા છે.

(3:28 pm IST)