Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એલિસ પેરીએ રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર એલિસ પેરીએ બ્રિસબેનમાં શ્રીલંકા સામેની વન-ડે મેચમાં એના નામ પર ક્રિકેટ ઈતિહાસનો કમાલનો રેકોર્ડ બનાવ્યો છે. એલિસ પેરીએ માત્ર ૧૧૦ વન-ડેમાં સૌથી ઝડપી ૩,૦૦૦ રન અને ૧૫૦ વિકેટ મેળવી છે. ઘણા પુરુષ ક્રિકેટરોને પાછળ રાખીને તેણે અનોખો રેકોર્ડ બનાવ્યો છે. એલિસ પેરીએ ૧૧૦ વન-ડેમાં ૫૨.૯૨ રનની સરેરાશથી ૩,૦૧૭ રન બનાવ્યા છે. તેના નામે બે સદી અને ૨૭ અર્ધી સદી નોંધાયેલી છે. તેણે ૧૫૦ વિકેટ ઝડપી છે. તેનો ઈકોનોમી રેટ ૪.૩૫નો છે. વન-ડેમાં તેની બેસ્ટ બોલિંગના આંકડામાં ૨૨ રનમાં વિકેટ છે. તેણે ત્રણ વાર પાંચ વિકેટ મેળવવાનું પરાક્રમ કર્યું છે. પુરુષ ક્રિકેટ ઈતિહાસમાં ઘણા ઓલરાઉન્ડરો થયા છે પણ ૩,૦૦૦ રન અને ૧૫૦ વિકેટ ૧૧૦ વન-ડેમાં લેવામાં તેઓ સફળ રહ્યા નહોતા. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન પહેલો ઓલરાઉન્ડર છે જેણે માત્ર ૧૧૯ વન-ડે મેચોમાં સિદ્ધિ મેળવી છે. જોકે એલિસ પેરીએ એને પણ પાછળ ધકેલી દીધો છે અને તેના કરતાં પણ ઓછી મેચો રમીને પરાક્રમ કર્યું છે.

(5:52 pm IST)