Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

સેહવાગની જેમ નીડર બેટિંગ કરી મયંકેઃ લક્ષ્મણ

વિશાખાપટ્ટનમઃ ડબલ સેન્ચુરી મારનાર મયંક અગરવાલની પ્રશંસા કરતાં વી.વી.એસ. લક્ષ્મણે તેની ગેમને વિરેન્દર સેહવાગ સાથે સરખાવી છે. એક જબરદસ્ત બેટ્સમેન છે. તે આ મેચ ડોમેસ્ટિક ક્રિકેટની જેમ રમ્યો હતો. સામાન્યપણે પ્લેયરો ડોમેસ્ટિક ક્રિકેટ અને ઈન્ટરનેશનલ ક્રિકેટની પોતાની સ્ટાઈલ બદલતા હોય છે, પણ મયંકના કેસમાં એવું જોવા ન મળ્યું. તેણે બન્ને ફોર્મેટમાં પોતાની સ્ટાઈલ એકસરખી જમાવી રાખી. તેની માનસિક સ્થિતિ અને ફિટનેસ તેની તાકાત છે. ખરૃં કહું તો તે પોતાના ફેવરિટ પ્લેયર વિરેન્દર સેહવાગની જેમ નીડરતાથી રમ્યો હતો.

(3:34 pm IST)