Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

અશ્વિન અને જાડેજા જેવા બોલર હોય તો પેસરને ઘણો આરામ મળે છેઃ શમી

૧૦મીથી ભારત- આફ્રિકા વચ્ચે બીજો ટેસ્ટ

વિશાખાપટ્ટનમઃ ઘાતક બોલિંગ કરીને સ્ટમ્પના બે ટુકડા કરી દેનાર મોહમ્મદ શમીએ મન ભરીને રવિચંદ્રન અશ્વિનનાં વખાણ કરતાં કહ્યું હતું કે 'ટેસ્ટ ક્રિકેટનો અશ્વિન પાસે ઘણો અનુભવ છે. તેણે પહેલી અને બીજી બન્ને ઈનિંગમાં સારી બોલિંગ કરી હતી.

 તમારી પાસે ટીમમાં જયારે અશ્વિન અને જાડેજા જેવા મહાન બોલર હોય ત્યારે ફાસ્ટ બોલરોને ઘણો આરામ મળી રહે છે, કેમ કે તમને ખબર છે કે આ મહાન બોલરો જ કમાલ કરી બતાવશે.'

(3:33 pm IST)