Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ડેનમાર્કના વિઝાને લઈ મુશ્કેલી: બેડમિન્ટન સ્ટાર સાઈનાએ વિદેશપ્રધાનને Tag સાથે કર્યું Tweet

સાઈનાએ પોતાના અને ટ્રેનર માટે ડેનમાર્ક જવા વિઝા સંબંધિત મદદ માગી

નવી દિલ્હી : બેડમિન્ટન ગેમમાં સૌથી પહેલુ નામ ધરાવતા સાઈના નેહવાલ વિઝા મેળવવાની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જેને લઈને સાઈનાએ વિદેશ મંત્રાલય પાસે ટ્વીટ દ્વારા મદદની માગણી કરી છે.

  ડેનમાર્ક ઓપન ટાઈટલ BWF સુપર 750 ટુર્નામેન્ટનું આયોજન થયું છે. જે 15થી 20 ઓક્ટોબર સુધી ઓડેન્સમાં યોજાવાની છે. સાઈના નેહવાલે વિદેશ પ્રધાન એસ.જયશંકરને ટેગ સાથે ટ્વીટ કર્યું છે. જેમાં સાઈનાએ પોતાના અને ટ્રેનર માટે ડેનમાર્ક જવા વિઝા સંબંધિત મદદ માગી છે. આગામી સપ્તાહમાં સાઈનાને ઓડેન્સમાં ટુર્નામેન્ટ રમવા પહોંચવાનું છે પરંતુ હજુ સુધી વિઝા મળ્યા નથી. આગામી મગળવારથી આ રમત શરૂ થવાની છે.

, નવા નિયમ મુજબ જે તે વ્યક્તિને વિઝા મેળવવા માટે દિલ્હી ખાતે દૂતાવાસમાં રૂબરુ જવું પડે છે. જો કે બેડમિન્ટન એસોસિએશને દૂતાવાસને પત્ર દ્વારા રૂબરુ હાજરમાંથી છૂટ આપવા વિનંતી કરી હતી. જેનો જવાબ મળ્યો નથી.

(1:19 pm IST)