Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ડેન્માર્કની કેરોલિન વોઝનિયાકીએ જીત્યું ચાઈના ઓપન 2018નું ટાઇટલ

નવી દિલ્હી: વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવતી ડેન્માર્કની કેરોલિન વોઝનિયાકીએ લેટવિયાની અનાસ્તાસિયા સેવાત્સોવાને પરાજય આપી ચાઇના ઓપનનું ટાઇટલ જીત્યું હતું. વોઝનિયાકી અહીં આઠ વર્ષ બાદ બીજી વખત ચેમ્પિયન બની હતી. આ પહેલાં તેણે ૨૦૧૦માં અહીં ટાઇટલ જીત્યું હતું. તે વખતે વોઝનિયાકી નંબર વન ખેલાડી હતી. વોઝનિયાકીએ ફાઇનલમાં સેવાત્સોવાને ૬-૩, ૬-૩થી હાર આપી હતી. વોઝનિયાકીનું આ સિઝનમાં ત્રીજું અને કારકિર્દીનું ૩૦મું ટાઇટલ છે. જે પૈકી તેણે ૨૨ ટાઇટલ હાર્ડ કોર્ટ પર જીત્યા છે. ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન ચાઇના ઓપનની પાંચેય મેચમાં એકેય સેટ ગુમાવ્યો નહોતો. વોઝનિયાકી આ સાથે આ સિઝનમાં ગ્રાન્ડ સ્લેમ અને પ્રીમિયર મેન્ડેટરી ઇવેન્ટમાં ચેમ્પિયન બનનાર નાઓમી ઓસાકા બાદ બીજી ખેલાડી બની ગઈ છે

(6:38 pm IST)