Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પુત્રી સારાની ગ્રેજયુએશન સેરેમનીમાં સચિન-અંજલિએ હાજરી આપી

લંડનની યુનિવર્સિટીમાં મેડિસીનનો અભ્યાસ પૂર્ણ કર્યોઃ તંદુલકરે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી

મુંબઇ :  ભારતના લેજન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરની ર૦  વર્ષીય પુત્રી સારા તેંડુલકરે લંડનની યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએશન પૂર્ણ કર્યુ હતું. સારાની ગ્રેજયુએશન સેરેમનીમાં સચિન તેંડુલકર અને અંજલીએ હાજરી આપી હતી. સચિને તેની પુત્રી અને પત્ની સાથેની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી હતી.

સારાએ યુનિવર્સિટી કોલેજ લંડનમાં મેડિસીન ફેકલ્ટીમાં ગ્રેજયુએશન પુરૂ કર્યુ હતું. સારાની માતા અને લેજન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરની પત્ની અંજલી પોતે પણ ડોકટર છે. સચિને સોશિયલ મીડિયા પર તસ્વીરો શેયર કરતાં લખ્યુ કે, મને લાગે છે કે તે હજુ ગઇકાલે જ યુનિવર્સિટી કોલેજ લંડનમાં જોડાવા માટે વિદાય લીધી હોય. અંજલી અને મને તારા પર ખુબ જ ગર્વ છે. સારા તું આગળ વધીને દુનિયાને સર કર. સારાએ ઇન્સ્ટાગ્રામ પર ગ્રેજયુએશન સેરેમનીના ડ્રેસમાં પોતાની તસ્વીર શેયર કરી હતી. અને લખ્ય હતું કે, 'આઇ ડીડ વ્હોટ?'

(3:58 pm IST)