Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

આઇસીસી વિશ્વકપમા ખરાબ પ્રદર્શનના કારણે પાકિસ્તાન કોચિંગ ટીમના આર્થર, ફલાવર અને મહમૂદની હકાલ પટ્ટી

લાહોરઃ તા.૮ : આઇસીસી વિશ્વ કપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ બુધવારે ટીમના મુખ્ય કોચ મિકી આર્થર અને તેના સપોર્ટ સ્ટાફનો કરાર આગળ ન વધારવાનો નિર્ણય લીધો છ.ે પાકિસ્તાન ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલી વિશ્વ કપમાં ગ્રુપ સ્તરમાંથી બહાર થઇ ગયું હતું. તેના અને ન્યુઝીલેન્ડના ૧૧-૧૧ પોંઇટ હતા, પરંતુ સારી નેટ રનરેટના આધાર પર ન્યુઝીલેન્ડની ટીમ સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

પીસીબીએ બુધવારે જાહેરાત કરી કે તેણે મિકી આર્થર સહિત બોલિંગ કોચ અઝહર મહમુદ, બેટિંગ કોચ ગ્રાન્ડ ફલાવર અને ટ્રેનર ગ્રાંટ લુડેનનો કરાર આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય બે ઓગસ્ટે લાહોરમાં પીસીબી ક્રિકેટ સમિતિ દ્વારા આયોજીત સમીક્ષા બેઠકમાં કરવામાં આવેલી ભલામણો બાદ લેવામાં આવ્યો છે. મિકી આર્થરે પીસીબીના આ નિર્ણય પર નિરાશા વ્યકત કરી છે.

પીસીબી ચેરમેન અહસાન મનીએ કહ્યું 'હું પીસીબી તરફથી રાષ્ટ્રીય પુરૂષ ટીમની સાથે પોતાના કાર્યકાળ દરમિયાન મહેનત કરનાર મિકી આર્થર, ગ્રાન્ટ ફલાવર, ગ્રાન્ટ લુડેન અને અઝહર મહમૂદનો આભાર વ્યકત કરવા ઇન્છુ છું અને અમે કામના કરીએ કે તેને ભવિષ્યમા સફળતા મળે' આર્થરને મે ર૦૧૬માં પાકિસ્તાન ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. તેમણે ત્રીજીવાર કોઇ આંતરરાષ્ટ્રીય ટીમની કમાન સંભાળી હતી.(૬.૪)

(7:08 pm IST)