Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

WFF અંડર-16માં ભારતે યમનને 3-0થી આપી માત

નવી દિલ્હી: ભારતની અંડર-16 ફૂટબોલ ટીમે પોતાના શાનદાર પ્રદર્શનથી જોર્ડનના અમ્મારમાં ચાલી રહેલ પાંચ દેશોની ડબ્લ્યુએફએફ અંડર-16 ચેમ્પિયશીપમાં યમનની ટીમને 3-0થી હરાવીને જીત મેળવી છે.

ભારત તરફથી પહેલો ગોલ સેન્ટ્રલ ડિફેન્ડર હરપ્રીત સિંહે 37મી મિનિટ કર્યો હતો.જયારે બીજો ગોલ47 મી મિનિટે રીજ ડેમેળોએ કર્યો અને તેના એક મિનિટ પછી રોહિત દાનુએ ભારત માટે ત્રીજો ગોલ ફટકાર્યો હતો. ભારતીય અંડર-16 ટીમે પહેલા મેચોમાં જોર્ડનને 4-0થી, ઇરાકને 1-0થી માત આપી હતી જયારે એક મેચમાં જાપાન સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

 

(5:08 pm IST)