Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ એશિયન ગેમ્સમાંથી ખસી ગઈ

નવી દિલ્હી:ભારતની વર્લ્ડ ચેમ્પિયન વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ એશિયન ગેમ્સમાંથી ખસી ગઈ છે. મીરાબાઈને છેલ્લા કેટલાક સમયથી લોઅર બૅકની ઈજા સતાવી રહી હતી અને આ જ કારણે તેને જકાર્તા-પાલેમબાગમાં ચાલુ મહિનાને યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. મીરાબાઈની ગેરહાજરીને કારણે વેઈટલિફ્ટિંગમાં ભારતને ફટકો પડશે તેમ મનાય છે. મીરાબાઈ ચાનુની ઈજાનું હજુ સંપૂર્ણપણે નિદાન થયું નથી. જોકે તેની હાલત જોતાં વેઈટલિફ્ટિંગના નેશનલ કોચ વિજય શર્માએ એવી ભલામણ કરી હતી કે, આવતા વર્ષના ઓલિમ્પિક ક્વોલિફાયર્સ પહેલા તેણે ફિટનેસ મેળવવી હોય તો એશિયાડમાંથી ખસી જવું પડશે. ઈન્ડોનેશિયામાં વર્ષ ૧૮મી ઓગસ્ટથી એશિયન ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડન સફળતા મેળવનારી મીરાબાઈને મે મહિનાથી પીઠના દુ:ખાવાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તેનું નિદાન થઈ શક્યું નથી અને આ કારણે તેણે હજુ સંપૂર્ણપણે વજન ઉંચકવાની પ્રેક્ટિસ પણ શરૃ કરી નથી. ગત સપ્તાહે તેને સારવાર માટે મુંબઈ મોકલવામાં આવી હતી. જોકે ત્યાર બાદ પણ તેની પરેશાનીમાં કોઈ ફરક પડયો નહતો અને આ કારણે તે એશિયાડમાંથી ખસી ગઈ છે.
 

(5:07 pm IST)