Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

રવિન્દ્ર જાડેજાની પડખે આવ્યો સચિન:કહ્યું મેનેજમેન્ટ સામે જાડેજાને સેમિફાઇનલમાં તક આપવા જણાવીશ

ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં કઇ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે?જાણો સચિનની પસંદગી

મુંબઈ :કાલે ટીમ ઇન્ડિયા સેમિફાઇનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે ત્યારે ભારતીય ટીમની ઇલેવન કેવી હશે એ અંગે અટકળ ચાલી રહી છે ઇન્ડિયાએ પોતાની અંતિમ લીગ મેચમાં યુજવેન્દ્ર ચહલના સ્થાને રવીન્દ્ર જાડેજાને પ્લેઇંગ ઇલેવનમાં તક આપી હતી. જાડેજાએ શાનદાર બોલિંગ કરતા 10 ઓવરમાં 40 રન આપી 1 વિકેટ ઝડપી હતી. હવે સવાલ એ છે કે ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં કઇ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે?

  સેમિ ફાઇનલ પહેલા સચિન તેંડુલકરે સલાહ આપી છે કે ટીમ ઇન્ડિયાએ મોહમ્મદ શમી અને જાડેજાને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવી જોઈએ.ઇન્ડિયા ટુડે સાથેની ખાસ વાતચીતમાં સચિને કહ્યું હતું કે હું ટીમ મેનેજમેન્ટ સામે જાડેજાને સેમિ ફાઇનલમાં તક આપવાની વાત રાખવા માંગીશ. જો દિનેશ કાર્તિક નંબર 7 ઉપર બેટિંગ કરશે તો તે પોઝિશન પર જાડેજા સારો ઓપ્શન રહેશે. મોટા મુકાબલામાં તમારે કવર રાખવા પડશે, કારણ કે આપણે ફક્ત 5 બોલરો સાથે રમી રહ્યા છીએ.સચિન તેંડુલકર એમ પણ ઇચ્છે છે કે મોહમ્મદ શમીને ન્યૂઝીલેન્ડ સામે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું જોઈએ

   શમી અત્યાર સુધી વર્લ્ડ કપમાં 14 વિકેટ ઝડપી ચૂક્યો છે. શ્રીલંકા સામે શમીને આરામ આપવામાં આવ્યો હતો. જોકે માન્ચેસ્ટર મેદાન ઉપર શમી ઘાતક સાબિત થઈ શકે છે. શમીએ માન્ચેસ્ટરમાં વિન્ડીઝ સામે 16 રનમાં 4 વિકેટ ઝડપી હતી

   સચિન ઇચ્છે છે આવી પ્લેઇંગ ઇલેવન - લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત, હાર્દિક પંડ્યા, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ.

(10:19 pm IST)