Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

શાહીન પાકિસ્તાનના ભવિષ્યનો ચમકતો સિતારો છે : વસીમ અકરમ

લંડન : પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, પણ ટીમના ૧૯ વર્ષના બોલર શાહીન શાહ આફ્રિદીની જબરદસ્ત પ્રશંસા થઈ રહી છે. શાહીને લીગ રાઉન્ડમાં બંગલા દેશ સામેની મેચમાં જબરદસ્ત પર્ફોર્મન્સ કરીને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષ્યું હતું. વસીમ અકરમે શાહીનની પ્રગતિથી ખુશ થઈ તેને પાકિસ્તાનના ભવિષ્યનો ચમકતો સિતારો કહ્યો હતો. લોડ્સમાં બંગલા દેશ સામે શાહીને ૩૫ રન આપી છ વિકેટ ઝડપી હતી. વસીમ અકરમે કહ્યું, શાહીન પેસ બોલરોની આવનારી જનરેશનનો એક સારો પ્લેયર છે જેનું ભવિષ્ય ઉજ્જવળ છે. તે ઘણો મહેનતી છે અને જલદી શીખી જાય એવો છે જેના કારણે તે ટીમમાં પોતાનું સ્થાન બનાવી રાખશે.

(3:59 pm IST)