Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુના જીવન ઉપર ફિલ્મ બનશે : આ વર્ષમાં શૂટીંગ

મુંબઇ,તા. ૮ : આશરે બે વર્ષ પહેલા અભિનેતા અને નિર્માતા સોનુ સુદે જાહેરાત કરી હતી કે તેઓ બેડમિન્ટન સ્ટાર અને ઓલિમ્પિકમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર પીવી સિન્ધુની લાઇફ પર ફિલ્મ બનાવનાર છે. એ વખતે સોનુ સુદે એમ પણ કહ્યુ હતુ કે ફિલ્મનુ નામ સિન્ધુ રાખવામાં આવનાર છે. જો કે હજુ સુધી આ ફિલ્મનુ શુટિંગ હજુ હાથ ધરી શકાયુ નથી.

સોનુ સુદે કહ્યુ છે કે ફિલ્મમાં વિલંબ થયો છે. કારણ કે કેટલીક બાબતોને લઇને દુવિધા હતી. જો કે હવે દુર કરી લેવામાં આવી છે. ફિલ્મનુ શુટિંગ આ વર્ષના અંત પહેલા શરૂ કરી દેવામાં આવશે.

(3:58 pm IST)