Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ઇંગ્લેન્ડ વિરુદ્ધ એલિસ પેરીની ઐતિહાસિક બોલિંગ : મહિલા એસિઝમાં 22 રન આપી સાત વિકેટ ઝડપી

ઓસ્ટ્રેલિયાના વનડે ઈતિહાસની સૌથી શાનદાર બોલિંગનો રેકોર્ડ સ્થાપ્યો

ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીએ ઇંગ્લેન્ડ સામે મહિલા એસીઝમાં ઐતિહાસિક બોલિંગ કરી અને ઇંગ્લેન્ડને હરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. કેટરબરીમાં મહિલા એસીઝની ત્રીજી મેચમાં એલિસ પેરીએ ઓસ્ટ્રેલિયાના વનડે ઈતિહાસની સૌથી શાનદાર બોલિંગનો રેકોર્ડ સ્થાપ્યો છે  એલિસ પેરીએ પોતાના ૧૦ ઓવરના સ્પેલમાં ૨૨ રન આપી સાત વિકેટ લીધી હતી.

   તેમની આ બોલિંગના આધારે ઇંગ્લેન્ડની ટીમ ૭૫ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા સામે આ તેમનો સૌથી નાનો સ્કોર છે. આ અગાઉ વર્ષ ૨૦૦૦ માં ઓસ્ટ્રેલિયાએ તેમને ૭૯ રનમાં ઓલ આઉટ કરી દીધું હતું.

  એલિસ પેરી નવી બોલથી પોતાની શરૂઆતી બે ઓવરમાં ત્રણ વિકેટ પ્રાપ્ત કરી હતી. તેમને પ્રથમ બે ઓવરમાં એમિ એલેન (૦), કેપ્ટન હેદર નાઈટ (૫) અને ટેમી (૪) ને આઉટ કરી દીધી હતી.ત્યાર બાદ પોતાના બાકીના સ્પેલમાં તેમને સારા ટેલર (૦) ડેનિય વ્યાટ (૧), અન્યા (૧૧) અને સોફી એફ્લેસ્ટોન (૦) ને આઉટ કરી દીધી હતી.

  ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડને ૨૬૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો તેમ છતાં ૭૫ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ જીત સાથે ત્રણ મેચની એસીઝ સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું.

(11:00 am IST)