Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

ભારતની દીપા કર્માકરે જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેલેન્જ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો

આશરે બે વર્ષ પછી જિમ્નાસ્ટિકમાં કમબેક કરી રહેલી ભારતની દીપા કર્માકરે એફઆઈજી આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેલેન્જ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. દીપાએ રવિવારે તુર્કીના મર્સિન શહેરમાં આયોજીત આ ટૂર્નામેન્ટના વોલ્ટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યું હતું
   ત્રિપુરાની 24 વર્ષીય આ જિમ્નાસ્ટ 2016 રિયો ઓલિમ્પિકના વોલ્ટ ઈવેન્ટમાં ચોથા સ્થાન પર રહી હતી. રવિવારે તેણે 14.150 અંક સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ તેણે 13.400 અંક સાથે ટોપ કર્યું હતું. આ વર્લ્ડ ચેલેન્જ કપમાં દીપાનો પહેલો ગોલ્ડ મેડલ છે.

(10:11 pm IST)