Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ટી-૨૦ અને ડીઆરએસની જેમ ડે-નાઈટ ટેસ્ટને પણ ભારત પોતાની સુવિધા મુજબ જ અપનાવશે : સધરલેન્ડ

ડે-નાઈટ ટેસ્ટ રમવાને મામલે ભારતીય ક્રિકેટ બોર્ડે ના પાડતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પોતાનું સ્ટેટમેન્ટ આપ્યુ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનું કહેવુ હતું કે અમે તો પહેલેથી જ જાણતા હતા કે ભારતીય ક્રિકેટ બોર્ડ આ પ્રકારનો જ અભિગમ અપનાવશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના સીઈઓ જેમ્સ સધરલેન્ડે કહ્યું હતું કે ટી-૨૦ અને ડીઆરએસની જેમ ભારતીય ક્રિકેટ બોર્ડ ડે-નાઈટ ટેસ્ટને પણ પોતાની સુવિધા મુજબ જ અપનાવશે. ભારતીય ક્રિકેટ બોર્ડે ટી-૨૦ અને ડીઆરએસને સૌથી છેલ્લે અપનાવ્યા હતા.

ટી-૨૦ની ફોર્મેટની શરૂઆત ૨૦૦૩માં ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે કરી હતી. ત્યાર બાદ ૨૦૦૪માં પાકિસ્તાને, ૨૦૦૫માં ઓસ્ટ્રેલિયા અને ૨૦૦૬માં વેસ્ટ ઈન્ડિઝે અપનાવ્યુ હતું. આ મામલે ભારત છેલ્લો દેશ હતો જેણે ટી-૨૦ ફોર્મેટને સ્વીકાર્યુ હતું. એ જ પ્રમાણે ડીઆરએસ સૌથી પહેલા ૨૦૧૧થી લાગુ કરવામાં આવી હતી. આ ટેકનીકને સ્વીકારનાર ભારત છેલ્લો દેશ હતો.

(1:29 pm IST)