Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટી-20 મેચ માટે આઈસીસી વર્લ્ડ ઇલેવન જાહેર :ભારતના દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યાનો સમાવેશ

ન્યૂઝીલેન્ડના લ્યુક રોંચી અને મિચેલ મેક્લેઘનને સામેલ કરાયા :ઇંગ્લેન્ડનો ઈયોન મોર્ગન સુકાનીપદે

વેસ્ટ ઇન્ડીઝ સામે ૩૧ મેના લોર્ડ્સમાં રમાવનારી એકમાત્ર ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ માટે  આઈસીસી વર્લ્ડ ઇલેવન જાહેર કરાઈ છે આઈસીસીએ જાણકારી આપી હતી. ટીમના ખેલાડીઓના નામનું એલાન પહેલાથી કરવામાં આવી ચુક્યું હતું. ત્યાર બાદ હવે તેમાં ન્યૂઝીલેન્ડના લ્યુક રોંચી અને મિચેલ મેક્લેઘનને સામેલ કરવામાં આવ્યા છે. ટીમની કેપ્ટનશીપ ઇંગ્લેન્ડના લિમિટેડ ઓવર ટીમના કેપ્ટન ઈયોન મોર્ગન કરશે.
   
ટીમમાં ભારતના બે, ન્યૂઝીલેન્ડના બે, પાકિસ્તાનના બે, બાંગ્લાદેશના બે અને શ્રીલંકા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડના એક-એક ખેલાડી સામેલ કરાયા છે મેચનું આયોજનનો અરજ એંગુઈલાના રોલેન્ડ વેબસ્ટર પાર્ક, એન્ટિગુઆના સર વિવીયન રિચાર્ડ્સ સ્ટેડિયમ અને ડોમિનિકાના વિન્સન્ડર પાર્ક સ્ટેડિયમના પુનર્નિર્માણ માટે ભંડોળ ભેગું કરવાનું છે. બધા સ્ટેડીયમ ઈરમા અને મારિયા તોફાનોમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. વર્લ્ડ ઈલેવન સામે રમાવનારી મેચ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમની આગેવાની કાર્લોસ બ્રેઈથવેઇટને છોપવામાં આવી છે. વિસ્ફોટક બેટ્સમેન ક્રીસ ગેલ, માર્લોન સેમ્યુઅલ્સ, સેમુઅલ બદ્રી અને આન્દ્રે રસેલ પણ ટીમના ભાગ હશે.

આઈસીસી વર્લ્ડ ઈલેવન ટીમ પ્રકારે છે

ઇયોન મોર્ગન (કેપ્ટન, ઇંગ્લેન્ડ)

દિનેશ કાર્તિક (ભારત)

હાર્દિક પંડ્યા (ભારત)

થીસારા પેરેરા (શ્રીલંકા)

રાશિદ ખાન (અફઘાનિસ્તાન)

મિચેલ મેક્લેઘન (ન્યૂઝીલેન્ડ)

લ્યુક રોંચી (ન્યૂઝીલેન્ડ)

શાહિદ આફ્રીદી (પાકિસ્તાન)

શોએબ મલિક (પાકિસ્તાન)

શાકિબ અલ હસન (બાંગ્લાદેશ)

તામીમ ઇકબાલ (બાંગ્લાદેશ)

(11:50 am IST)