Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ધવન અને ભુવીને A+માંથી A ગ્રેડમાં મૂકાયાઃ કુલદીપ અને પંતની A ગ્રેડમાં એન્ટ્રી

બીસીસીઆઈએ ૨૫ ખેલાડીઓને નવા સેન્ટ્રલ કોન્ટ્રાકટમાં સમાવેશ કર્યો : યુવા પ્લેયરો પૃથ્વી શો, મયંક અગ્રવાલ અને વિજય શંકરને સ્થાન ન મળ્યુ

નવી દિલ્હી : બીસીસીઆઈએ ૨૦૧૮/૧૯ની સિઝન માટે ખેલાડીઓ સાથેના સેન્ટ્રલ કોન્ટ્રાકટનું લિસ્ટ જાહેર કર્યું હતું. તેમાં ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા શિખર ધવનઅને ભુવનેશ્વર કુમારને ગ્રેડ એ+માંથી બહાર કાઢીને એ ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. જયારે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટુરમાં સારું પ્રદર્શન કરનાર ઋષભ પંતને ગ્રેડ એમાં શામેલ કરવામાં આવ્યો છે.

ગયા વર્ષે ૨૬ ખેલાડીઓની સરખામણીએ બીસીસીઆઈએ આ વખતે ૨૫ ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રેકટમાં રિટેન કર્યા છે. ગ્રેડ એ+ ધરાવતા ખેલાડીઓને વાર્ષિક ૭ કરોડ રૂપિયા આપવામાં આવે છે. જયારે એ ગ્રેડવાળા ખેલાડીઓને ૫ કરોડ, ગ્ ગ્રેડવાળા ખેલાડીઓને ૩ કરોડ અને બી ગ્રેડવાળા ખેલાડીઓને ૧ કરોડ રૂપિયા આપવામાં આવે છે.

ધવન અને ભુવનેશ્વરને બહાર કર્યા પછી એ+ ગ્રેડમાં હવે કેપ્ટ્ન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ એમ ત્રણ જ ખેલાડીઓ છે. સૌથી વધારે ખેલાડી ખ્ ગ્રેડમાં છે જેમાં મહેન્દ્રસિંહ ધોની, ચેતેશ્વર પુજારા અને અજિંકય રહાણે પણ શામેલ છે. યુવા ખેલાડીઓમાં ઋષભ પંત સાથે કુલદીપ યાદવને પણ એગ્રેડમાં જગ્યા મળી છે. યુવા ખેલાડી પૃથ્વી શો, મયંક અગ્રવાલ અને વિજય શંકરને બોર્ડ તરફથી કોન્ટ્રેકટ મળ્યો નથી.

(4:13 pm IST)