Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

આઈપીએલના મેચો રમાશે સાંજે ૪ ને ૮વાગ્યે

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ સમગ્ર ટુર્નામેન્ટનું શેડ્યુલ જાહેર થશે

વહીવટદારોના ચીફે મીટિંગ પછી મીડિયાને કહ્યું હતું કે ટીમોના દબાણને કારણે આઈપીએલની બારમી સીઝનની ખેંચો પ્રાઇમ-ટાઇમ પ્રમાણે સાંજે ૪ અને ૮ વાગ્યે રમાશે. એક ટીમના અધિકારીએ કહ્યું હતું કે શ્નઅમે બોર્ડના નિર્ણયને આવકારીએ છે. ગયા વર્ષની જેમ અમે મેચનો સમય ૮ વાગ્યે ઇચ્છતા હતા. આ વખતે બોર્ડ અમને આ બાબતે વાત કરી નહોતી અને અમે તેમના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. ગયા મહિને બોર્ડ પહેલાં બે અઠવાડિયાંનું શેડ્યુલ જાહેર કર્યું હતું અને લોકસભાના ઇલેકશનની તારીખો જાહેર કરવામાં આવ્યા પછી સમગ્ર ટુર્નામેન્ટનું શેડ્યુલ જાહેર કરવામાં આવશે.

(11:49 am IST)