Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઋષભ પંત આવ્યો આગળ : મેચની આવક આપશે : ટ્વિટ દ્વારા જાહેરાત

ઉત્તરાખંડ હોનારત પિડીતોને મદદ કરવા વિકેટકીપર બેટ્સમેન

નવી દિલ્હી,તા.૮: ઉત્ત્।રાખંડના ચમોલી જીલ્લામાં રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક હિસ્સો તૂટી જતા વિકરાળ પૂર આવ્યું હતું. તેમની મદદ માટે ઋષભ પંતે એક નિર્ણય કર્યો છે.

આ પૂરના કારણે પનવિજળી પરિયોજનામાં કામ કરી રહેલા ઓછામા ઓછા ૧૦ લોકોનું મોત થયુ છે અને ૧૫૦થી વધારે મજૂર ખોવાયેલા છે. ભારતીય વિકેટ કીપર અને બેટ્સમેન ઋષભ પંતે ગૃહરાજયમાં આવી પડેલી આ મુશ્કેલીથી ખુબ દુઃખી છે.

પંતે પીડિતોને મદદ કરવા માટે પોતાની મેચની આવક આપી દેવાનું એલાન કર્યુ છે. તેણે ટ્વિટ કર્યુ છે કે ઉત્ત્।રાખંડમાં લોકોની મોતથી મને ઘણુ દુઃખ થયુ છે. હું પોતાની મેચ આવક તેમને આપીને બચાવ કાર્યમાં મદદ કરીશ. લોકોને પણ મદદ કરવાની અપીલ કરુ છુ.

રવિરાવે ગંગાની સહાયક નદીઓ ધૌલી ગંગા, ઋષિ ગંગા અને અલકનંદામાં પૂર આવવાથી ઉચ્ચ પર્વતીય ક્ષેત્રોમાં ખતરો ફેલાઇ ગયો છે અને ખુબ તબાહી થઇ છે. તપોવન-વિષ્ણગાડ પનવિજળી પરિયોજના અને ઋષિગંગા પરિયોજનાને પણ મોટુ નુકસાન થયુ છે અને તેમાં કામ કરતા કેટલાક શ્રમિક યુવકો ફસાઇ ગયા છે. તેમાં ફસાયેલા ૧૬ મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે જયારે ૧૫૦ હજૂ પણ ગાયબ છે.

(3:18 pm IST)