Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

પત્ની અનુષ્કા વેલેંટાઈન વીક ઇન્જોય કરવા ન્યુઝીલેન્ડ પહોંચી : વિરાટે શેયર કરી તસવીરો

નવી દિલ્હી: પ્રેમી યુગલો માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ છે, ખાસ કરીને 14 ફેબ્રુઆરીનો દિવસ. વેલેન્ટાઇન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. વિશ્વના પ્રેમીઓ આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. બોલીવુડ અને ક્રિકેટ સેલેબ્સ પણ આ ઉજવણીને ધામ્મસથી માણે છે. આવી સ્થિતિમાં બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.નોંધપાત્ર વાત એ છે કે, અનુષ્કાના પતિ, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં ટીમ સાથે ન્યુઝીલેન્ડ પ્રવાસ પર છે અને હાલમાં વનડે સિરીઝમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં અનુષ્કા ખુદ વિરાટ કોહલીને મળવા ન્યુઝીલેન્ડ ગઈ છે.

(3:49 pm IST)
  • ભાજપે દરેક બેઠક માટે ૧૮૦૦ કાર્યકરોની ફોજ મેદાનમાં ઉતારી :ભાજપે દિલ્હીની સત્તા 'આપ' પાસેથી આંચકી લેવા આબાદ રણનીતિ ઘડી છેઃ ભાજપે એક પોલીંગ બુથ પર ૧૦ - ૧૫ કાર્યકરો તૈનાત કર્યા છે, એટલું જ નહિ એક બેઠક પર ૧૮૦૦ કાર્યકરોને તૈનાત કર્યા છેઃ ભાજપે લોકોને વધુને વધુ પ્રમાણમાં મતદાન થાય તેવી અપીલ પણ કરી છેઃ ભાજપે પાયાના કાર્યકર સુધી પહોંચ લંબાવી હતી access_time 11:31 am IST

  • બપોરના 12 વાગ્યા સુધીમાં 16 ટકા મતદાન : રાહુલ, પ્રિયંકા, મનીષ સિસોદીયા, એલ.કે.અડવાણીએ મતદાન કર્યુ.: શાહીન બાગ, જામિયામાં પણ મતદાન માટે લાઈન લાગી : ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીએ મતદાન કર્યું : ઔરંગઝેબ રોડ મતદાન મથક ખાતે મતદાન કર્યું : તેઓએ દીકરી પ્રતિભા અડવાણી સાથે મતદાન કર્યું. access_time 12:31 pm IST

  • પૂ. હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું ઓપરેશન પૂર્ણ : ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી : આજરોજ બપોરે વોકહાર્ટ હોસ્પિટલમાં પૂ.હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું સફળ ઓપરેશન થયાનું જાણવા મળે છે. પૂ.ગુરૂદેવની તબિયત સારી હોવાનું જણાવાયુ છે. આ ખબર મળતા ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. access_time 3:51 pm IST