Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ત્રિકોણીય ટી-20માં ઓસ્ટ્રેલિયાનો વિજય

નવી દિલ્હી:મેક્સવેલના ઓલરાઉન્ડ દેખાવને સહારે ઓસ્ટ્રેલિયાએ ત્રિકોણીય ટી-૨૦ જંગમાં સતત બીજો વિજય મેળવતા ઈંગ્લેન્ડને પાંચ વિકેટથી હરાવ્યું હતુ. મેક્સવેલે ૧૦ રનમાં ત્રણ વિકેટ ઝડપતાં ઈંગ્લેન્ડની ટીમ ૯ વિકેટે ૧૫૫ રન કરી શકી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ મેક્સવેલની ૫૮ બોલમાં ૧૦ ચોગ્ગા એ ૪ છગ્ગા સાથેની અણનમ ૧૦૩ રનની ઈનિંગને  સહારે ૯ બોલ બાકી હતા, ત્યારે પાંચ વિકેટથી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ અગાઉ ન્યુઝીલેન્ડને હરાવીને વિજયી પ્રારંભ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ઈંગ્લેન્ડને બેટીંગમાં ઉતાર્યું હતુ. ઈંગ્લેન્ડની શરૃઆત સારી રહી નહતી અને તેમણે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. મલાને ૩૬ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૦ રન ફટકાર્યા હતા.

(4:46 pm IST)