Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સાઇના નેહવાલ અને સિંધુ મલેશિયા માસ્ટર્સના બીજા રાઉન્ડમાં પ્રવેશી : સાઇ પ્રણીત અને શ્રીકાંતનો પરાજય

સિંધુએ રૂસની યેવગેનિયા કોસેત્સકાયાને માત્ર 35 મિનિટમાં 21-15, 21-13થી હરાવી

કુઆલાલંપુરઃ ભારતની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડીઓ પીવી સિંધુ અને સાઇના નેહવાલે  જીતની સાથે મલેશિયા માસ્ટર્સના મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે પરંતુ વિશ્વ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા બી સાઈ પ્રણીત અને કિદાંબી શ્રીકાંતે પુરૂષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે.

  વિશ્વ ચેમ્પિયન અને છઠ્ઠો ક્રમાંક ધરાવતી સિંધુએ પ્રથમ રાઉન્ડમાં રૂસની યેવગેનિયા કોસેત્સકાયાને માત્ર 35 મિનિટમાં 21-15, 21-13થી હરાવી હતી. લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇનાએ બેલ્જિયમની લિયાનેટેનને માત્ર 36 મિનિટમાં 21-15 21-17 થી પરાજય આપ્યો હતો. આ બંન્ને ખેલાડી પ્રથમવાર આમને-સામને હતી. સિંધુ અને સાઇના છેલ્લા થોડા સમયથી ખરાબ ફોર્મમાં હતી અને ઘણી ટૂર્નામેન્ટમાં શરૂઆતી રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી.

  આ પહેલા પ્રણીતે આ સુપર 500 ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં ડેનમાર્કના રાસમુસ ગેમકે વિરુદ્ધ 11-21 15-21થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. શ્રીકાંતને ચીની તાઇપેના ચાઉ ટિએન ચેન વિરુદ્ધ માત્ર 30 મિનિટમાં 17-21 5-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. 

 

(9:08 pm IST)
  • ઈરાકના બે લોકેશન ઉપર ઈરાનમાંથી બે મિસાઈલો આજે સવારે છોડવામાં આવ્યા છે : વિગતો મેળવાઈ રહી છે : ઈરાકમાં આવેલ બે અમેરિકી લશ્કરી મથકો ઉપર ઈરાને ૨ મિસાઈલો જીકયા છે : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ છે કે બધુ સહી સલામત છે access_time 1:02 pm IST

  • શ્રીનગરમાં સીઆરપીએફ કાફલા પર ગ્રેનેડ ફેંકયો બે નાગરીકને ઇજાઃ જમ્મુ-કાશ્મીર શ્રીનગરમાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલો થયો છેઃ આતંકીઓએ ગ્રેનેડ હુમલો કરતા બે નાગરિકને ઇજા પહોંચી છેઃ હાલમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. access_time 3:59 pm IST

  • ટ્રેઝરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયાઃ પગારદારો-બીલ મૂકનારામાં દેકારોઃ મોટો ટેકનીકલ ફોલ્ટને કારણે રાજકોટની તિજોરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયા પગારદારો-બીલ મૂકનારામાં દેકારો : બીલ અંગેની કામગીરી ઠપ્પ : ગાંધીનગર પણ જાણ કરાઇ : ફોલ્ટ નિવારવા મથામણ.. access_time 3:58 pm IST